કેલિફોર્નિયામાં રહેતી Riddhi Patelને વાણીવિલાસ ભારે પડી ગયો, ભણેલી-ગણેલી યુવતીને જવું પડ્યું જેલ

I am Gujarat
I am Gujarat
7.2 هزار بار بازدید - 3 ماه پیش - અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી રિદ્ધિ પટેલને
અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી રિદ્ધિ પટેલને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલી લડાઈમાં પેલેસ્ટાઈનની તરફેણ કરવાની સાથે ઈઝરાયેલનો વિરોધ કરી કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ શહેરના મેયર સહિતના લોકોને ધમકી આપવાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવી છે. 28 વર્ષની રિદ્ધિ પટેલ પર મેયર તેમજ કાઉન્સિલના અન્ય સભ્યોને ધમકી આપવાના સહિતના કુલ 16 ફેલોની ચાર્જિસ લગાડવામાં આવ્યા છે, હાલ તે લેર્ડો જેલમાં બંધ છે અને તેના પર બે મિલિયન ડોલરનો બોન્ડ મૂકવામાં આવ્યો છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર રિદ્ધિને શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જ્યાં તેણે પોતાના પર લાગેલા આરોપ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. રિદ્ધિ પટેલે બેકર્સફિલ્ડના મેયર તેમજ સિટી કાઉન્સિલ મેમ્બર્સની હાજરીમાં યુદ્ધવિરામનો ઠરાવ પસાર કરવા યોજાયેલી એક હિયરિંગમાં રિદ્ધિ પટેલે ન માત્ર પેલેસ્ટાઈનની તરફેણ કરી હતી, પરંતુ ઈઝરાયેલને ટેકો આપનારા લોકો વિરૂદ્ધ આકરા વેણ પણ ઉચ્ચાર્યા હતા.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...
3 ماه پیش در تاریخ 1403/01/25 منتشر شده است.
7,210 بـار بازدید شده
... بیشتر