CHARANI | ANIRUDDH AHIR | SONAL MAA NEW SONG 2024

Aniruddh Ahir
Aniruddh Ahir
106 هزار بار بازدید - 3 ماه پیش - હું શિશ નમાવું શારદા મા
હું શિશ નમાવું શારદા મા રાખજે સૌ તું રધિ
તવ નેહ ભરિયલ નેણલા એક જ અમારે ઔષધિ
છોરુ તણા અપરાધ અંબા ગાંઠ ના લેજે ગણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી

મા મેર કર સોનલ હવે અલજી અમાણી એટલી
જગની બધી જીભું વળે તવ જાપ મંતર જેટલી
આધાર મા તું એકલી રાવું બધી તુંહે ભણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી

તુંથી કલમ તુંથી શબદ તુંથી વિશારદ સૌ અમે
તુંથી કસુંબલ ડાયરે ગુજરાત ગુણવંતી રમે
સો સો ગણી શોભા વધી તુંથી જગે મઢડા તણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી

તુંથી જ ગાંડી ગીરની વનરાઇ નીલા વેહમાં
સોનલ ખમા સોનલ ખમા ખમકાર નેહે નેહમાં
મા રેમ નજરું રાખતી ધીંગો બનીને તું ધણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી

તુંથી જ સૌ અજવાસ મા રવિરાજ પૂરવ પાથરે
તુંથી જ વરસે વાદળો નદીયું સરોવરને મળે
માંગે વધુ શું માવજી મા વાર કરજે વારણી
સોનલ વિપત વિદારણી મા ધન્ય ધીડી ચારણી
- માવજી એમ આહીર

Singer: Aniruddh Ahir
Lyrics: Mavji M Ahir
Music: Gaurang Pala
Vocal record: Jay Rathod
Chorus - Milan Gadhvi,Jeel yagnik,Ansh Patani
Video: Sadhna Studio-Bhuj
make up - Nidhi Vyas

Dance Choreography
Vaishali Jethi Jani
Apsara Dance Academy

Artist
Isha Jethi
Maitri Jethi
Pinky Upadhyay
Mansa Maheshwari

Artist Makeup by
Apsara Dance Academy

Costume
Umiya Collection


Special Thanks: Padmawati Decorators Bhuj
3 ماه پیش در تاریخ 1403/01/26 منتشر شده است.
106,061 بـار بازدید شده
... بیشتر