અષાઢી બીજ નિમિત્તે રામાપીર નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || પીરજી તારા પગલાં પાવન કારી

5 هزار بار بازدید - 6 روز پیش - અમારી ચેનલ ને લાઈક શેર
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન _________________
પીરજી તારા પગલાં પાવન કારી રણુજા નાં રાજીયા રે લોલ
પીરજી તારી લીલા ઘોડે અશ્વારી નેતલદેં નાં સાંઇબા રે લોલ
પીરજી તારે અજમલ સરખાં પીતા મીનળદેવી માવડી રે લોલ
પીરજી તારે દેવળે દુઃખિયા આવે કે ઉરમાં આશા ભરી રે લોલ
પીરજી તમે દુઃખિયા નાં દુખડા મટાડયા વિશ્વાસુ ની વારે ચડ્યા રે લોલ
પીરજી તારે વીરમદેવ સરખા વીરા સગુણા બેનડી રે લોલ
પીરજી તમે બાળનાથ ગુરુ ધાર્યા ધર્મ ને ધારણ કર્યા રે લોલ
પીરજી તમે પીરાણી પંથને ચલાવ્યો સત્યથી સભર ભર્યા રે લોલ
પીરજી તમારે દેવળે આંધળા આવે કે ઉરમાં આશા ધરી રે લોલ
પીરજી તમે આંધળા ને દર્શન દીધા વિશ્વાસુ ની વારે ચડ્યા રે લોલ
પીરજી તારે દેવળે વાંઝિયા આવે રે ઉરમાં આશા ધરી રે લોલ
પીરજી તમે વાંઝિયા ને પારણાં બંધાવ્યા વિશ્વાસુ ની વારે ચડ્યા રે લોલ
પીરજી તમે કરજો સદાય રખવાળા કે રાત દીવસ રક્ષા કરો રે લોલ
પીરજી તમે ભકતો નાં સાંભળો કાલા વાલા હાોકારે હાજર થાજો રે લોલ
પીરજી તારા પગલાં પાવન કારી રણુજા નાં રાજીયા રે લોલ
6 روز پیش در تاریخ 1403/04/16 منتشر شده است.
5,037 بـار بازدید شده
... بیشتر