જો જો રે ગુરૂજી મારો સાથ નાં છુટે || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ કિર્તન || કષ્ટભંજન કિર્તન

11 هزار بار بازدید - ماه قبل - અમારી ચેનલ ને લાઈક શેર
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન ________________
  જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
સાથ ના છૂટે મારી લાજના લુટે
   જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
પ્રીતડી કરીને વાલા પિયર તજી છું
પિયર તજીને વાલા તમને વરી છું
અળગી નો કરો મને પાસમાં રાખો
    જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
બંગડી પહેરી વાલા સુબારેવદારી
ભૂખદરૂપી તોય મને ચરણોમાં રાખી
બંગડીના તૂટે મારી લાજના લુટે
    જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
વીજળ બાંધીને વાલે સુહાગન કીધી
સોહાગણ કીધી મને ચરણોમાં લીધી
અળગી નો કરો મને પાસમાં રાખો
    જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
ઓહમદ સોહમની ગુરુજી માળા રે બનાવી
એ રે માળા રે મારા ગુરુએ પહેરાવી
મોભરે મણકો મારો શોભે રે હૈયામાં
    જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
સબદ બતાવી વાલે સગપણ કીધા
દાસીના દિલને એવા મનહરી લીધા
બાંધ્યો રે સબંધ ગુરુજી તમારા રે નામનો
     જોજો રે ગુરુજી મારો સબંધ ના છૂટે
સુરતા ના તાર મારા વાગે ઝીણા ઝીણા
જોજો રે ગુરુજી મારો તાર ના ટુટે
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
    સાથ ના છૂટે મારી લાજ ના લુટે
   જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
ماه قبل در تاریخ 1403/04/23 منتشر شده است.
11,062 بـار بازدید شده
... بیشتر