Mane Yaad Aavshe Tari Gamti Vaato | Bhavesh Sumariya (+91 8007975999) | Pannyas Udayratna Maharaj

B-Sumariya Official
B-Sumariya Official
70.1 هزار بار بازدید - 6 سال پیش - રજા આપો હવે દાદા, આ
રજા આપો હવે દાદા, આ મારા મહારાજજી, હવે તે મુનિ બન્યા, તથા
ઋષભકથા જેવી અનેક હૃદયસ્પર્શી કાવ્યરચનાઓ જેમણે રચી છે.
એવા કવિહૃદય ગુરુ,
પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ઉદયરત્ન મહારાજા ( ડહેલાવાળા ) ના
શુભ હસ્તે સર્જાયેલ કૃતિ પ્રસ્તુત કરતા અનહદ આનંદ ઉપજે છે.
શ્રી જીરાવલા પાર્શ્વનાથની અનુપમ ભક્તિ કરાવતું પદ એટલે

" હે જીરાવલા તું, મનમાં સમાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો"

Link For Audio Mp3
https://drive.google.com/open?id=1FM-...

Lyrics:
પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ઉદયરત્ન મહારાજા ( ડહેલાવાળા )

Singer:
ભાવેશ રાજેશ સુમરીયા 8007-975-999 | 9890-082-999

Music:
જતીન બીદ

Video Editing:
મોનિક મારુ ( M.M.Films )

Support:
જતીન બીદ, નૈતિક મહેતા

Thanks:
પ્રિયંક સુમરીયા

Composer:
Kushal Chokshi ( Original Credits ) - Tari Gamti Vato

Lyrics...

હે જીરાવલા તું, મનમાં સમાતો,
મને યાદ આવશે, તારી ગમતી વાતો (2)

તારી આંગી ઉતરે, તું લાગે મજાનો;
ને આંગી ચડે ત્યાં, તું લાગે અજાણ્યો,
પળ પળ રુપ પલટે, હર ક્ષણ તું મલકે;
આ પ્રેમરમતમાં, મારી આંખો છલકે,
આ ફરક હવે ના, કેમે ભુલાતો (2)
મને યાદ આવશે......

મેં ચંદ સમય જે,તુજ સાથે ગાળ્યો;
પણ આંખ ખૂલી ત્યાં, બસ તુજને ભાળ્યો,
તને પ્રેમ કરીને,અમે અહીંથી જાશું;
આ રંગમહેલમાં, હવે સ્મિત ને આંસુ,
આ વિરહ હવે ના, અમ-થી ખમાતો (2)
મને યાદ આવશે......

મરુધરમાં સ્વામી ! તું શીતળ છાંયો;
તું ભીડ વચાળે, હું એક્લવાયો,
હું ચરણકમળમાં,પ્રતિપળ રહેવાનો;
તું હૃદયકમળમાં, હરપળ રહેવાનો,
આ "ઉદય" કદી ના, ભૂલશે આ રાતો (2)
મને યાદ આવશે......
6 سال پیش در تاریخ 1397/03/10 منتشر شده است.
70,164 بـار بازدید شده
... بیشتر