Jalso | Unplugged Garba | Non-stop track | Full video

Jalso Gujarati Music App
Jalso Gujarati Music App
26.3 هزار بار بازدید - 5 سال پیش - Download Now :
Download Now : http://get.jalsomusic.com
Jalso Unplugged Garba
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ગુજરાતી લોકો તહેવાર પ્રિય લોકો છે, તહેવારને મન ભરીને માણે છે. આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગે ગાવાનો અને નાચવાનો રીવાજ જ થઈ ગયો છે. પછી એ ઉતરાયણ હોય કે ધૂળેટી, જન્માષ્ટમી, ગણપતિ વિસર્જન હોય કે પોતાને ત્યાં ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે ગરબા અચૂક રમાય. હવે તો ગુજરાતીઓની વૈશ્વિક ઓળખ પણ ગરબા બની ગઈ છે. આજકાલ આપણે સતત ઘોંઘાટ થી ઘેરાયેલા છીએ. ટ્રાફિકમાં હોર્ન નો અવાજ, ઓફિસમાં કિ બોર્ડના ટીક ટીક ની સાથે આસપાસમાં થતા કોઈ કન્સ્ટ્રકશન સાઈટ પર ડીઝલ થી ચાલતા મશીનનો અવાજ, શાકમાર્કેટનો ગોકીરો, અને રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન પર થતા ઘોંઘાટથી આખો દિવસ પસાર કરીને આવીએ પછી રાત્રે પથારીમાં સૂતા હોઈએ ત્યારે આસપાસમાંથી નીકળતા વરઘોડાનો અવાજ આપણા ભિતર ના અવાજને દાબી દેછે. આપણા કાન લાખો અવાજના અંતરને ઓળખી શકે છે. કાન ૧,૦૦૦ થી ૫૦,૦૦૦ હર્ટઝની વચ્ચેના અવાજના તરંગો સાંભળે છે. આ કાનને મનગમતું સાંભળવાની ટેવ પડતી જાય છે. અત્યારના સમયમાં તકનિકી સહાયથી જુદા જુદા ઉપકરણો સાથે સંગીતના પ્રયોગો કરવામાં આવે છે. એવું સાબિત થયું છે કે યોગ્ય સંગીત જો ઝાડ – છોડ પાસે ગાડવામાં આવે તો એ સંગીતની અસર છોડ અને ઝાડ પર પણ થાય છે. આવા કંઈ કેટલાય પ્રયોગો થયા છે, કેટલાક પ્રયોગ ગોકીરો થઈ જાય છે તો કેટલાક કાનને સૂધિંગ મ્યુઝિકની ટ્રીટ આપે છે.આપણે જોઈએ છીએ એમ આજકાલ ગરબાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે, ગરબા શેરીઓમાંથી આજે મોટા મોટા મેદાનોમાં આવ્યા છે, DJના ઢીંચાક ઢીંચાક અવાજની સાથે ખેલૈયાઓ મોજથી ગરબા રમતા જોવા મળે છે. એવું કહેવાય છે બ્રહ્માંડની અંનત શક્તિ જેના પ્રતિક સ્વરૂપે ગરબો મુકવાની પરંપરા છે. ગરબો મૂળ શબ્દ ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો.  પહેલાના સમયમાં કાણાવાળી માટલી જેને ગરબો કહેવાય, એમાં દીવો મૂકીને એ ગરબાની ફરતે ઢોલ અને મંજીરાના તાલે ગરબા થતા. શેરી ગરબામાં સ્ત્રીઓ જ ગરબા રમતી, વળી પાછું નાગર ઘરોમાં તો બેઠા ગરબા થતા, જેમાં માતાજીની સ્તુતિ અને ગરબા ઓછા વાજિંત્રો સાથે ગવાતા, પણ આજકાલ એવું નથી રહ્યું. ગરબાનું સ્થાન ઘોંઘાટે લઈ લીધું છે, હવે આજકાલ લોકોને જુના એટલે કે Traditional ગરબા અત્યારની મ્યુઝિક ટ્રીટમેન્ટ સાથે સંભાળવા ગમે છે, જેના કારણે જ આજકાલ લોક્ગીતોને રિમેક કરવાનો એક ટ્રેન્ડ છે. નવરાત્રીમાં અથવા તો નવરાત્રી પહેલા કે પછી બેંક અને એના જેવા બીજાએ કોર્પોરેટ સેક્ટરમાં લોકોને ગરબા રમવા અને સાંભળવા પણ ગમે છે.
ગરબાએ તમામ ઉંમરના લોકોને ઘેલું લગાડ્યું છે, આ નવરાત્રી દરમિયાન જલસો એ નક્કી કર્યું હતું કે કાનને ગમે એવા સંગીત સાથે ખૂબ જાણીતા અને લોકપ્રિય ગરબાને આધુનિક તકનિકી સહાયની મદદથી Unplugged wayમાં રજૂ કરે.આ ગરબા અત્યારના trendy music સાથે અને તેના શબ્દો Traditional હોવાના કારણે એક અલગ જ ફિલ આપે છે.આપણી પરંપરા અને આધુનિક સંગીતના સમન્વયથી જલસો Unplugged ગરબા ભર્યા ભર્યા છે. આ ગરબા સાંભળવાની ખૂબ મજા પડશે. તબલા, અને ગિટારના કેટલાક પીસ પણ સંગીત રસિયાઓનું ધ્યાન અવશ્ય ખેંચશે. આ ગરબાની અરેન્જમેન્ટસ્ કુશલ ચોકસીએ કરી છે. ગાર્ગી વોરા, સ્તુતિ જાની, પાર્થ દોશી, ભુમીક શાહ, પ્રથા ખાંડેકર, જલ્પા દવે, ફોરમ શાહ, જયસિંહ ગઢવી અને કુશલ ચોકસીએ અવાજના અજવાળા પાથર્યા છે. જાણીતા ગિટારિસ્ટ સંકેત ખાંડેકરે ગિટાર નો જાદુ ચલાવ્યો છે, અને રિષિન સરૈયા એ તબલા અને અન્ય રીધમ પર એમની કળાનો કસબ અજમાવ્યો છે. ગરબાના રસિયાનો અને ગુજરાતી સંગીતના ચાહકો માટે આ અનપ્લગડ ગરબા Jalso app ઉપર લાઈવ છે. આજે જ ડાઉનલોડ કરો.
-------------------------------------------------------------------------
Kum Kum Na Pagla Padya - Unplugged 0:02
Maa Ae Garbo Koravyo - Unplugged 3:49
Ajwali Raato - Unplugged 7:02
Sonal Garbo Shire - Unplugged 10:19
Ame Mahiyara Re - Unplugged 13:46
Madi Tara Mandiriya Ma - Unplugged 16:56
Maa Taro Garbo Jhakamjhol - Unplugged 20:36
Kesariyo Rang Tane - Unplugged 23:29
Hu To Gai'ti Mele - Unplugged 26:43
Dholida Dhol Dhimo Dhimo Vagad Ma - Unplugged 29:45
Krishna Bhagwan Halya - Unplugged 33:02
Shamlaji Ne Mele Ranjhaniyu - Unplugged 35:30
Mari Mahisagar Ne Aare - Unplugged 37:30
Khel Khel Re Bhawani Maa - Unplugged 40:13
Rang Tali - Unplugged 41:26
Helo Maro Sambhlo - Unplugged 42:40
--------------------------------------------------------------------------
Singers:
Gargi Vora
Stuti Jani
Jalpa Dave
Foram Prasham
Pratha Khandekar
Parth Doshi
Bhumik Shah
Jaysinh Gadhavi
Kushal Chokshi
-----------------------------------------------------------------------
Music Arrangement:
Kushal Chokshi
-----------------------------------------------------------------------
Guitar:
Sanket Khandekar

Rhythm:
Rishin Saraiya
-----------------------------------------------------------------------------------------
#Navratri2019 #JalsoNaGarba #JalsoUnpluggedGarba
#Jalso #Gujarati #Gujju #IndianFestival #GujaratiCulture
5 سال پیش در تاریخ 1398/06/30 منتشر شده است.
26,335 بـار بازدید شده
... بیشتر