ભજન માંથી ઘેર જાવું ગમતું નથી | Bhajan Mathi Gher Javu Gamtu Nathi #gujaratibhajan #newbhajan 261

Shyam Mahila Mandal Navsari
Shyam Mahila Mandal Navsari
111.1 هزار بار بازدید - 2 سال پیش - Gujarati Bhajan by Shyam Mahila
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : Facebook: ShyamMahilaMandal
Instagram : Instagram: shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on


                 ભજન  રાગ : - દિલ કે અરમા આંસુઓ મેં. . ..

ભજનમાંથી ઘેર જાવું ગમતું નથી
ઘરે જશુ તો બહુ દીકરા નો ત્રાસ છે. ... ભજનમાંથી...

ઘરના ધણીના પાવરનો તો પાર નથી
ઘડીએ ઘડીએ ગુસ્સે થઈ જાય છે....ભજનમાંથી...

પાડોસણની વાત કરવા જેવી નથી
પોતે લડે ને બીજાને લડાવે છે......ભજનમાંથી. ...

ચા પીનારા આવીને ચા પી ગયા
ત્યાં તો જમનારા મહેમાન આવી જાય છે....ભજનમાંથી. ...

દીકરીઓ તો દોડી દોડી આવતી
ભાણેજડા ની ભાંજગડ બહુ થાય છે. ...ભજનમાંથી. ...

જમાઈને સાચવવા બહુ મુશ્કેલ છે
વાતે વાતે વાંધા પડી જાય છે. ..ભજનમાંથી. . . .

સગા વહાલા ની વાત કરવા જેવી નથી
કાયમ એ તો આંટા ફેરા મારતા.....ભજનમાંથી. ...

કોને કહેવી ધરમ કરમ ની વારતા
રોજની આ તો રામાયણ હોય છે. ...ભજનમાંથી. ...

માટે ભજી લ્યો ભાવે સીતારામ ને
એ તો તમને ઉતારે ભવ પાર જો.....ભજનમાંથી.....

શ્યામા મંડળની બહેનો તમને વિનવું
રોજ રોજ તમે ભજનમાં આવજો. ..ભજનમાંથી....

ભજનમાંથી ઘેર જાવું ગમતું નથી
ઘરે જશુ તો વહુ દીકરા નો ત્રાસ છે....ભજનમાંથી....
2 سال پیش در تاریخ 1401/05/12 منتشر شده است.
111,168 بـار بازدید شده
... بیشتر